દ્વિપક્ષીય વેપાર બમણો કરી $28 બિલિયન કરવાનો ભારત-કતારનો લક્ષ્યાંક

દ્વિપક્ષીય વેપાર બમણો કરી $28 બિલિયન કરવાનો ભારત-કતારનો લક્ષ્યાંક

દ્વિપક્ષીય વેપાર બમણો કરી $28 બિલિયન કરવાનો ભારત-કતારનો લક્ષ્યાંક

Blog Article

ભારતની બે દિવસની યાત્રા પર આવેલા કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક પછી બંને દેશો પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરી 28 અબજ ડોલર કરવા સંમત થયાં હતાં. ભારત અને કતાર તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવવા માટે પણ સંમત થયાં હતાં. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં મુક્ત વેપાર સમજૂતીની શક્યતા ચકાસવાની પણ ચર્ચાવિચારણા કરાઈ હતી.

બંને દેશો વચ્ચે બે સમજૂતી પર હસ્તાક્ષર થયા હતાં. પ્રથમ સમજૂતી વ્યૂહાત્મક ભાગીદારી અંગે અને બીજી સમજૂતી બેવડા કરવેરા ટાળવા અંગે થઈ હતી. આર્થિક ભાગીદારીને મજબૂત કરવા, આર્કાઇવ્સના સંચાલન તથા યુવા બાબતો અને રમતગમતમાં સહકાર જેવા ક્ષેત્રોમાં સંબંધો વધારવા માટે પાંચ સમજૂતીપત્રો પર પણ હસ્તાક્ષર કરાયાં હતાં.

વિદેશ મંત્રાલયના સચિવ અરુણ કુમાર ચેટરજીએ જણાવ્યું હતું કે વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી વાસ્તવમાં દ્વિપક્ષીય સંબંધો વધારીને વ્યૂહાત્મક સ્તરે લઇ જવા માટેની છે. અમે વેપાર, ઉર્જા સુરક્ષા તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચો પર સહકારને વધુ ગાઢ બનાવવા માગીએ છીએ. મોદી અને કતારના અમીરે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને હાલના 14 અબજ ડોલરથી વધારી 28 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.

અગાઉ કતારના અમીરનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મોદી પણ હાજર રહ્યાં હતાં. બાદમાં મોદી અને અમીરે હૈદરાબાદ હાઉસમાં વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓની અંગે વાટાઘાટો કરી હતી.

Report this page